Home> Entertainment
Advertisement
Prev
Next

Divya Bharti Special: દિવ્યાને મોતનો આભાસ થઈ ગયો હતો? ઘટી હતી આ અજીબ ઘટના

બોલીવુડ (Bollywood) ની દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી (Divya Bharti)  આજે પણ પોતાના ફેન્સના હ્રદયમાં જીવિત છે. દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે ખુબ જ નાની ઉંમરમાં એવો મુકામ મેળવ્યો કે જેને કમાવવા માટે લોકો આખી જિંદગી મહેનત કરી નાખે છે. દિવ્યાનો જન્મ 25 ફેબ્રુઆરી 1974માં મુંબઈમાં થયો હતો. 

Divya Bharti Special: દિવ્યાને મોતનો આભાસ થઈ ગયો હતો? ઘટી હતી આ અજીબ ઘટના

નવી દિલ્હી: બોલીવુડ (Bollywood) ની દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી (Divya Bharti)  આજે પણ પોતાના ફેન્સના હ્રદયમાં જીવિત છે. દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે ખુબ જ નાની ઉંમરમાં એવો મુકામ મેળવ્યો કે જેને કમાવવા માટે લોકો આખી જિંદગી મહેનત કરી નાખે છે. દિવ્યાનો જન્મ 25 ફેબ્રુઆરી 1974માં મુંબઈમાં થયો હતો. 

પહેલી જ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી દિવ્યા
દિવ્યાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1990માં તેલુગુ ફિલ્મ 'બોબ્બિલી રાજા'થી કરી હતી. તમામ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યા બાદ દિવ્યાએ 1992માં ફિલ્મ વિશ્વાત્માથી બોલીવુડમાં ડગ માડ્યા. પહેલી ફિલ્મના ગીત 'સાત સમુંદર પાર...'એ રાતોરાત હિન્દી ફિલ્મ જગતમાં તેને સ્ટાર બનાવી દીધી. 

નિધન બાદ રિલીઝ થઈ 3 ફિલ્મો
ફક્ત 3 વર્ષની ફિલ્મી કરિયરમાં દિવ્યા (Divya Bharti)  દિલ કા ક્યા કસૂર, શોલા ઔર શબનમ અને દિવાના જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોનો ભાગ બની. જો કે 5 એપ્રિલ 1993માં તેણે હંમેશા માટે આ દુનિયાને અલવીદા કહી નાખી. દિવ્યા તે સમયે માત્ર 19 વર્ષની હતી. તેના નિધન બાદ તેની રંગ, શતરંજ અને થોલિ મુદ્ધુ રિલીઝ થઈ. 

આયેશા ઝુલ્કાએ કર્યો હતો ખુલાસો
રંગમાં દિવ્યા ભારતી સાથે અભિનેત્રી આયેશા ઝુલ્કા પણ જોવા મળી હતી. પહેલીવાર હતું કે જ્યારે આ બંને અભિનેત્રી એકસાથે જોવા મળી હતી. આયેશાએ એક ઈન્ટરવ્યુમાં દિવ્યા સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા ફિલ્મ દરમિયાન તે સંલગ્ન કેટલીક અજીબ ઘટનાઓનો પણ ખુલાસો કર્યો હતો. 

Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ

પડ્યો હતો સ્ક્રીનનો પડદો
આયેશાએ કહ્યું હતું કે "એક દિવસ ખુબ જ અજીબ વાત થઈ. હું 'રંગ'ની ટીમ સાથે ફિલ્મની ટ્રાયલ જોવા માટે ફિલ્મ સિટી પહોંચી હતી. ત્યારબાદ સ્ક્રીન પર જેવો દિવ્યાનો સીન આવ્યો કે સ્ક્રીનનો પડદો અચાનક નીચે પડ્યો. આ ઘટનાથી બધા ચોંકી ગયા અને ડરી ગયા હતા. કોઈને કશું સમજમાં ન આવ્યું કે આવું કેમ થયું."

દરેક વાત માટે ઉતાવળ દેખાડતી હતી દિવ્યા
આયેશા ઝુલ્કાએ દિવ્યા માટે વધુ એક વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે 'દિવ્યા દરેક કામ માટે ખુબ ઉતાવળ કરતી હતી. તે હંમેશા કહેતી હતી કે જલદી ચલો, જલદી કરો, જિંદગી ખુબ નાની છે.' આયેશાએ કહ્યું કે "તેણે ક્યારેય કઈ સ્પષ્ટ તો નથી કહ્યું. પરંતુ કદાચ માણસને પહેલેથી જ કેટલાક આભાસ થઈ જાય છે. દિવ્યાને દરેક ચીજ ખુબ જલદી મળી ગઈ."

હું ગંગુબાઈ... 'કુંવારી તમે છોડી નહીં, શ્રીમતી કોઈએ બનાવી નહીં'

દિવ્યાએ ગૂપચૂપ કર્યા હતા લગ્ન
નોંધનીય છે કે દિવ્યાએ 10 મે 1992ના રોજ એક ખાનગી સમારોહમાં મશહૂર નિર્માતા-નિર્દેશક સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન માત્ર દિવ્યા તેના પતિ દિવ્યાના હેર ડ્રેસર, મિત્ર સંધ્યા જ હાજર હતા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More